સમલૈંગિક લગ્નને સંબંધિત કેન્દ્ર સરકારની દિલ્હી હાઈકોર્ટમાં રજૂઆતઃ દેશના કાયદાને સામાજિક માન્યતાઓને આધારે મંજૂરી ન આપી શકાય …

 

    કેન્દ્ર સરકારે દિલ્હીની હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે, કાયદો પુરુષ- મહિલાના લગ્નને જ સ્વીકૃતિ આપે છે. સમલૈંગિક લોકો લગ્નને પોતાનો મૂળ અધિકાર હોવાનો દાવો કરતા નથી. સમલૈંગિક સંબંધોની સરખામણી સામાજિક પરિવેશમાં પરિવાર સાથે ન કરી શકાય. લગ્નેતર સંબંધોને કાયદાકીય માન્યતા આપવાનું કામ સંસદનું છે. કોર્ટે આ બાબતમાં દખલ કરવી યોગ્ય નથી. કેન્દ્રએ પોતાના સોગંદનામામાં જણાવ્યું હતું કે, સર્વોચ્ચ અદાલત – સુપ્રીમ કોર્ટ દ્વારા ઈન્ડીયન પીનલ કોડ કલમ 377 ને અપરાધ ગણવામાં આવ્યો નથી. છતાં, અરજદારો દેશના કાયદા હેઠળ સજાતીય લગ્નના મૂળભૂત અધિકારનો દાવો ના કરી શકે.આર્ટિકલ 21 અંતર્ગત, સજાતીય લગ્નની માન્યતા આપવાની બાબતને  મૂળભૂત અધિકાર તરીકે સામેલ ના કરી શકાય.