સમલૈંગિકતાના મામલામાં દેશની સર્વોચ્ચ અદાલત  જ નિર્ણય લે- કેન્દ્ર સરકાર એવું ઈચ્છે છે…

0
826

સમલૈંગિકતા – હોમો સેકસ્યુઅલના મામલામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ – કોન્સ્ટીટયુશનલ બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. કયુરેટિવ પિટિશન પર અદાલતમાં ચાલી રહેલી સુનાવણીમાં બન્ને પક્ષો દ્વારા જોરદાર દલીલો કરવામાં આવી રહી છે. એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સરકારે જાહેર કરેલી એફિડેવિટ પર આ મુદે્ આખરી ફેંસલો લેવાનું સુપ્રીમ કોર્ટ પર છોડી દીધું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બંધારણીય ખંડપીઠે જણાવ્યું હતું કે, બંધારણની કલમ 377 ગેરકાયદે છે કે નહિ તે બાબત તેઓ સમીક્ષા કરી રહ્યા છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે અન્ય ન્યાયાધીશો જસ્ટિસ આર એફ નરીમાન, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ઈન્દુ મલહોત્રા સુનાવણી કરી રહ્યા છે. અદાલતે જણાવ્યું હતું કે, જો કોઈ બે પુખ્ત ઉંમરની ( વયસ્ક) વ્યક્તિઓ વચ્ચે પરસ્પરની સહમતિથી સંબંધ બાંધવામાં આવે છે તો તેને ગુનો કહી શકાય નહિ. કલમ 377 પર કેન્દ્ર સરકારે કોઈ પક્ષ રજૂ નહિ કરીને છેવટનો નિર્ણય સુપ્રીમ કોર્ટપર છોડી દીધો છે.