સમરસેટમાં ‘વિભા’ દ્વિતીય વાર્ષિક ગાલા અને ફંડરેઇઝર કાર્યક્રમ


વાઇબ 2018ના ઓવરઓલ વિનર તરીકે ડો. દેવાંગ મોદી અને કૃતિ શાહ સાથે દ્વિતીય વાર્ષિક ડિનર ગાલા અને ફંડરેઇઝર ઇવેન્ટ વાઇબ 2018માં મુખ્ય મહેમાન તરીકે ભારતીય અભિનેત્રી અને મોડેલ જેનેલિયા ડિસોઝા નજરે પડે છે. ન્યુ યોર્કના સ્વયંસેવકો અને ન્યુ જર્સી વિભા એક્શન સેન્ટર દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિક ડિનર ગાલા અને ફંડરેઇઝર ઇવેન્ટ વાઇબ 2018નું આયોજન ન્યુ જર્સીના સમરસેટમાં મેરીગોલ્ડમાં કરવામાં આવ્યું હતું.

સમરસેટઃ ન્યુ યોર્કના સ્વયંસેવકો અને ન્યુ જર્સી વિભા એક્શન સેન્ટર દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિક ડિનર ગાલા અને ફંડરેઇઝર ઇવેન્ટ વાઇબ 2018નું આયોજન ન્યુ જર્સીના સમરસેટમાં મેરીગોલ્ડમાં કરવામાં આવ્યું હતું. મનોરંજન, સ્વાદિષ્ટ વ્યંજનોથી ભરપૂર આ કાર્યક્રમમાં 300 મહેમાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં 110000 ડોલરનું ભંડોળ એકઠું થયું હતું, જેમાંથી વિભા કેરાલા ડિઝાસ્ટર રિલીફ ફંડ માટે 15 હજાર ડોલર ફાળવશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય અભિનેત્રી અને મોડેલ જેનેલિયા ડિસોઝા હતી. ‘ડાન્સ ફોર એ કોઝ’ના હેતુ સાથે આ કાર્યક્રમમાં 16 સ્થાનિક ભારતીય અમેરિકન ઉદ્યોગસાહસિકો, વૈશ્વિક અગ્રણીઓ, વ્યાવસાયિકો, સામુદાયિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. સ્ટાર પરફોર્મન્સ માટે કલાકારો દ્વારા ઘણાં અઠવાડિયાં અગાઉથી તૈયારી કરવામાં આવી હતી.
વિભાના આયોજક અને ડિરેક્ટર કેયૂર શાહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ બાળકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.
પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના સીઓઓ ઇલિયાસ કુરેશી મુખ્ય મહેમાન તરીકે હાજર હતા અને વિભા દ્વારા તેમનું મિડિયા સ્પોન્સર-મજબૂત સમર્થક તરીકે સન્માન કરાયું હતું. રૂપલ પટેલ અને વિનીતા કોચરને તેમના સ્ટાર પરફોર્મન્સ માટે ટોપ ફંડરેઇઝર એવોર્ડ એનાયત થયો હતો. વાઇબ 2018ના ઓવરઓલ વિનર તરીકે ડો. દેવાંગ મોદી અને કૃતિ શાહ હતાં. રનર અપ વાઇબ 2018 તરીકે ધૈર્ય, અપૂર્વ અને નૈના ગોયેલ બન્યાં હતાં. બરખા કિશનાની અને શિવાની બાદગી મોસ્ટ એન્ટરટેઇનિંગ પરફોર્મન્સ એવોર્ડ જીત્યા હતા. મોસ્ટ ઇનોવેટિવ પરફોર્મન્સ એવોર્ડ જયોતિ પ્રેસવાલા અને ઉમા કપૂરને મળ્યો હતો. અંતે સુમિતા પાઇ મહેતા અને મિતાલી દાસને બેસ્ટ કોસ્ચ્યુમ એવોર્ડ પ્રદાન થયો હતો. ફેશન શો અને હરાજી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.