સમતાપાર્ટીના સ્થાપક અને દેશના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન તેમજ બાહોશ કામદાર નેતા જયોર્જ ફર્નાન્ડીસનું દુખદ નિધન

0
815

દેશના ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાન તેમજ બાહોશ કામદાર નેતા જયોર્જ ફર્નાન્ડીસનું દિલ્હી ખાતે 88 વર્ષની વયે દુખદ અવસાન થયું હતું. તેઓ સ્વાઈન ફલુ અને અલ્માઈઝરની બિમારીથી પીડાતા હતા. તેો ઘણા લાંબા સમયથી જાહેરજીવનથી દૂર હતા. એક સાંસદ તરીકે તેમનો  છેવટનો કાર્યકાળ રાજ્યસભામાં ઓગસ્ટ 2009થી જુલાઈ 2010 સુધીનો રહ્યો હતો. 1977માં તેમણે મોરારજી દેસાઈના નેતૃત્વવાળી સરકારમાં કેન્દ્રીયપ્રધાન તરીકે કામગીરી બજાવી હતી.

30મી જૂન, 1930માં જન્મેલા જયોર્જ ફર્નાન્ડીસ 1967થી 2004 સુધી સંસદસભ્ય તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓઓ ટ્રેડ યુનિયનના પ્રમુખ તરીકે મહત્વની કામગીરી બજાવી હતી. કારગિલ યુધ્ધ સમયે અટલબિહારી વાજપેયીની સરકારમાં  તેમણે સંરક્ષણપ્રધાન

તરીકે જવાબદારી સંભાળી હતી. ભારતના રાજકારણમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. 2004માં તાબુતકાંડ બાદ તેમણે સંરક્ષણપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. તપાસ પંચે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી એ સમયકાળમાં જયોર્જ  ફર્નાન્ડીસે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. કટોકટી દરમિયાન જેલમાં રહીને જ તેઓ મુઝફ્ફરપુર સંસદીય મત- વિસ્તારના પ્રતિનિધિ તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક અગ્રણી રાજનેતાઓએ તેમના અવસાન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.