સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સને ભારતીય સેનાની સલામી, વિમાનથી કરી પુષ્પવર્ષા

 

નવી દિલ્હીઃ કોરોનાના કર્મવીરોને ૧લી મેએ સરહદના શૂરવીરો સલામી આપી હતી. સેનાની ત્રણેય પાંખના જવાનો કોરોનાને પરાજય આપવામાં લાગેલા હજારો ડોક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મી અને બીજા ફ્રંટલાઇન યોદ્ધાઓ પ્રત્યે આભાર પ્રગટ કરતા તેના પર પુષ્પ વર્ષા કરી હતી. આ અણમોલ નજારો હિન્દુસ્તાનમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી જોવા મળ્યો હતો. દિલ્હીના પોલીસ વોર મેમોરિયલમાં સલામી આપતા આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. 

કોરોના વિરુદ્ધ જંગ લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે મુંબઈમાં લ્શ્-૩૦નું ફ્લાઇ પાસ્ટ. 

દિલ્હીમાં કોરોના વિરુદ્ધ જંગમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સને ભારતીય વાયુસેનાની સલામી આપી હતી.

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં કલિંગા ઇસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ પર ઈન્ડિયન એરફોર્સની ફ્લાઇ પાસ્ટ અને પુષ્પવર્ષા કરી હતી.

કોરોના વિરુદ્ધ જારી જંગમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે પણજીમાં ગોવા મેડિકલ કોલેજ પર ઈન્ડિયન નેવીના ચોપરે પુષ્પવર્ષા કરી. 

હરિયાણાના પંચકૂલામાં સરકારી હોસ્પિટલ પર ભારતીય વાયુસેનાના ચોપરનું ફ્લાઇ પાસ્ટ અને હોસ્પિટલની બહાર ભારતીય સેનાનું બેન્ડ પરફોર્મ કર્યું હતું.

પ્રથમ ફ્લાઇ પાસ્ટ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ સુધી થઈ હતી, જ્યારે બીજી ફ્લાઇ પાસ્ટ ડિબ્રુગઢથી કચ્છ સુધી કરવામાં આવી હતી. ભારતીય વાયુ સેનાના ટ્રાન્સપોર્ટ વિમાન અને ફાઇટર જેટ આ ફ્લાઇ પાસ્ટમાં સામેલ થયા હતા. નેવીના હેલીકોપ્ટર કોરોના હોસ્પિટલો પર આકાશમાંથી પુષ્પવર્ષા કરી હતી. ઈન્ડિયન આર્મી દેશભરમાં આશરે તમામ જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં માઉન્ટેન બેન્ડ પર્ફોર્મંસ આપ્યું હતું. નૌસેનાના લડાકૂ જહાજ બપોરે ૩ કલાક બાદ પોલીસ દળોના સન્માનમાં સશસ્ત્રદળ પોલીસ મેમોરિયલ પર પુષ્પાંજલિ કરશે. 

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હવામાનમાં પલટો આવવાને કારણે અને વરસાદને લીધે કોરોના વોરિયર્સના સન્માનમાં આયોજીત થનારા એરફોર્સના સલામી કાર્યક્રમ ૧ કલાક મોડો આયોજીત કરવામાં આવ્યો હતોે. એરફોર્સે ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.