સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર ચારૂસેટ સંલગ્ન MTN દ્વારા નવતર પહેલ

 

ચાંગાઃ નર્સોમાં રહેલી ટેલેન્ટને પ્રોત્સાહન આપવા માટે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ચારૂસેટ સંલગ્ન મણિકાકા ટોપાવાળા ઇનિ્સ્ટટ્યુટ ઓફ ર્નસિંગ (પ્વ્ત્ફ્) દ્વારા અનોખી પહેલ કરી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વાર એક એપ્રિલ અને બે એપ્રિલના રોજ આણંદમાં બે દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની નર્સિંગ બેડમિન્ટન પ્રીમીયર લીગ-૨૦૨૨ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી ૧૫થી વધારે નર્સિંગ કોલેજ અને હોસ્પિટલના વિદ્યાર્થીઓ, સ્ટાફ નર્સ, નર્સિંગ એલ્મની, ફેકલ્ટી સભ્યો સહિત કુલ ૧૭૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. 

પ્વ્ત્ફ્ના પ્રિન્સિપાલ ડો. અનિલ શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ટુર્નામેન્ટના ઇવેન્ટ કો-ઓર્ડિનેટર વિપિન વાગેરીયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન નર્સોએ પોતાના આરોગ્યને જોખમમાં મૂકીને દર્દીઓની સેવા કરી છે ત્યારે નર્સો પોતાના આરોગ્યનું ધ્યાન રાખી હંમેશા ફીટ રહે તે હેતુથી નર્સોના લાભાર્થે આ ટુર્નામેન્ટ યોજાઇ હતી. 

આ ટુર્નામેન્ટમાં મેલ સિંગલ, મેલ ડબલ, ફિમેલ સિંગલ અને ફિમેલ ડબલ એમ ૪ પ્રકારની ઇવેન્ટ યોજાઇ હતી. મેલ સિંગલમાં સૌરભ વણકર (મુનિ સેવા આશ્રમ વડોદરા), ફિમેલ સિંગલમાં  પ્રિયાંશી પટેલ (ગોકુળ નર્સિંગ કોલેજ), રનર-અપ તરીકે મેલ સિંગલમાં રૂચિર પરમાર (જી. એચ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ, કરમસદ), ફિમેલ સિંગલમાં  માહી પટેલ (આર. પી. પટેલ કોલેજ ઓફ નર્સિંગ, ઓડ),   ફિમેલ ડબલમાં ઉર્વી ચૌધરી અને  પ્રિયાંશી ડાભી (ગોકુળ નર્સિંગ કોલેજ), મેલ ડબલમાં સૌરભ વણકર અને સાગર રાઠવા  (મુનિ સેવા આશ્રમ વડોદરા) વિજેતા થયા હતા. તમામ કેટેગરીના વિજેતાઓને સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત થઈ હતી.