સમગ્ર ગુજરાતમાં દશેરાનો જશ્ન, અનેક શહેરોમાં રાવણનું દહન કરાયું

 

અમદાવાદ: અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીની સમગ્ર ગુજરાતમા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે મુખ્ય-ધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સુરક્ષા જવાનો સાથે મળીને શસ્ત્રોનું પૂજન કર્યું. શસ્ત્રોનું પૂજન બાદ સુરક્ષા કર્મીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ મોડી સાંજે રાવણના પૂજળાનું દહન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજનની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શ‚ કરાવી હતી. વિજયાદશમીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું. ત્યારબાદ મોડી સાંજે રાવણના પૂજળાનું દહન કર્યુ હતું. અને સૌ ગુજરાતીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. 

અમદાવાદ અને વડોદરામાં પણ પોલીસ કમિશનરે પોલીસ હેડક્વાર્ટરમાં આધુનિક હથિયારોની પૂજા કરી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજા કરી. જામનગરમાં રાજપૂત સમાજે પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરી. આ તરફ રાજકોટમાં પણ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના પોલીસ અધિકારીઓએ શસ્ત્ર પૂજન કર્યું. શસ્ત્ર પૂજા સમયે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિજયાદશમીના તહેવાર પર ગુજરાતમાં રાવણનું દહન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, વડોદરા, સૂરત, જામનગર, ભાવનગર સહિત અનેક શહેરોમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.