સની દેઓલ સદાબહાર હીમેન પિતા ધર્મેન્દ્ર પર બાયોપિક બનાવવા માગે છે..

0
723

 

Reuters

નિર્માતા અર્જુન હિંગોરાનીની ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી હિન્દી ફિલ્મના પરદે હીરો તરીકે્ પદાર્પણ કરનારા સદાબહાર સોહામણા પંજાબી જાટ અભિનેતા ધર્મેન્દ્રની લોકપ્રિયતા આજે પાંચ દાયકાઓ બાદ પણ યથાવત છે. તેમના પ્રશંસકો લાખોની સંખ્યામાં છે, દુનિયાભરમાં ફેલાયેલા છે અને ધરમ પાજીને દિલોજાનથી ચાહે છે. ભારતીય સિનેમાના પરદે ધરમજી જેવો સોહામણો અને પૌરુષત્વથી થનગનતો કલાકાર બીજો આવ્યો નથી. છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી હિન્દી ફિલ્મને પોતાનું યોગદાન આપી રહેલા ધરમજીનું  ફિ્લ્મી અને નોન- ફિલ્મી જીવન ભાતીગળ રહ્યું છે. આજકાલ બોલીવુડમાં બાયપિકના નિર્માણનો જમાનો છે. અત્યારસુધીમાં બારથી વધુ બાયોપિક રજૂ થઈ ચૂકી છે. ધરમજીનું જીવન એ બાયોપિક માટે પરફેક્ટ મટિરિયલ્સ છે . એમના મોટા પુત્ર સની દેઓલ કહે છેઃ પપ્પાને એમની ફિલ્મની નાનામાં નાની વાત પણ આજે બરાબર યાદ છે. તેમને તેમના કેરિયર દરમિયાન સંપર્કમાં આવેલા મોટાભાગના લોકોની વાતો હજી બરાબર યાદ રહી છે. તેમણે કરેલો સંઘર્ષ. તેમના જીવનની વા્તો વિષે જાણવાની તેમના દર્શકોમાં આજે પણ એટલી જ ઉત્સુકતા છે.

આથી જ સની દેઓલ પિતા ધર્મેન્દ્રની બાયોપિક બનાવવા માટેની તૈયારીઓમાં લાગી  ગયા છે.