
આપણી સદીના મહાનાયક પ્રતિભાસંપન્ન અનન્ય કલાકાર અમિતાભ બચ્ચન હાલમાં ખૂબ વ્યસ્ત છે. તેઓ .યશરાજ ફિલ્મ નિર્મિત ધ ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં આિમક ખાન સાથે ભૂમિકા ભજવી રહ્યા છે. એ સાથે સાથે તેો 102 નોટઆઉટ નામની િફલ્મમાં 102 વરસના વયોવૃધ્ધ જિંદાદિલ પિતાની ભૂમિકા અદા કરશે. તેમના પુત્રનું પાત્ર ભજવી રહ્યા છે પ્રતિભાશાળી પીઢ અભિનેતા રિશિ કપૂર . ગુજરાતી રંગભૂમિ પ ર અતિ લોકચાહના મેળવનાર નાટ્યકાર સૌમ્ય જોષીના નાટક પરતી આ ફિલ્મ બની રહી છે.. આ ઉપરાંત અમિતજી અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણધીર કપૂર સાથે પણ ભૂમિકા ભજવી રહ્યા છે. અમિતજી કહે છેકે, મને સતત નવી ફિલ્મોની ઓફર મળી રહી છે, પણ એ તમામનો હું સ્વીકાર કરી શકું એટલો સમય મારી પાસે નથી. પોતાની આગામી ફિલ્મો, અબિનય વગેરે અંગે માહિતી તેઓ અવારનવાર તેમના સત્તાવાર ટવીટર પર આપતા રહે છે. ખ્વાજા અહેમદ અબ્બાસની ફિલ્મ સાત હિંદુસ્તાનીથી પોતાની ફિલ્મ કારકિદીર્ની શરૂઆત કરનારા આ મહાન કલાકાર આજે પણ અનન્ય અભિનયને કારણે જગતભરમાં લોકચાહના ધરાવે છે…