સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત અવારનવાર નરમ- ગરમ રહયા કરે  છે.

0
1029

               બોલીવુડના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, નિર્દેશક નાગરાજ મંજુલેની ફૂટબોલના વિષય પર આધારિત ફિલ્મ ઝુંડ રિલિઝ થઈ ગયાબાદ અમિતાભ બચ્ચન આગામી ડિસેમ્બર મહિનાથી કામમાંથી લાંબો બ્રેક લઈને આરામ કરવા જવાના છે. અમિતાભ બચ્ચનની આગામી  ફિલ્મના પ્રોજેક્ટ ત્યારબાદ શરૂ કરવામાં આવશે. તેમની આગામી ફિલ્મો છે- ચેહરે, ગુલાબો સિતાબો અને બ્રહ્માસ્ત્ર . 

   અમિતાભ બચ્ચનને તેમના તબીબો વારંવાર આરામ લેવાની સલાહો આપતાં રહયા છે. કામનું ભારણ ઓછું કરીને  સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું તેમના મિત્રો અને સ્નેહીજનો પણ વારંવાર કહેતા રહે છે. આ વખતે તેમને તાજેતરમાં લિવરની તકલીફ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સારવાર બાદ ઘરે લાવવામાં આવ્યા બાદ જયા બચ્ચન. અભિષેક બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા નંદાએ તેમને આરામ કરવાની તાકીદ કરી હતી. તેમણે બિગ બીને જણાવી દીધું હતું કે, હવે તબિયતના બાબતમાં તેમની કશી પણ લાપરવાહી ચલાવી લેવામાં આવશે નહિ. અમિતાભ બચ્ચનને ડોકટરની ચેતવણીને ગંભીરતાથી લેવી જોઈએ. આરામ કરવાથી જ તેમનું સ્વાસ્થ્ય સુધરશે. તેમનું શરીર સતત કામને કારણે થાકી જાય છે. શરીરને પૂરતો આરામ મળતો નથી. અમિતાભ બચ્ચનનો પરિવાર અમિતાભની તબિયત પ્રત્યેની બેફિકરાઈને હવે ચલાવી લેવા માગતો નથી. 

    ગત 8 ઓકટોબરે કોલકાતામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો હતો. દર વખતે ઉદઘાટનમાં બિગ બી ખાસ હાજરી આપતા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં જણાવ્યું હતું કે, અમિતજી દર વરસે આ ફેસ્ટિવલના આરંભ પ્રસંગે ખાસ હાજરી આપેચે, પણ આવખતે તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમના ડોકટરોની સલાહ માનીને તેઓ કોલકાતાના પ્રવાસે આવી શક્યા નથી. તાજેતરમાં શારજાહમાં આયોજિત પુસ્તક મેળામાં પણ તેઓ ઉપસ્થિત રહી શક્યા નહોતા. બુક ફેરના મેનેજમેન્ટે ટવીટ કરીને જણાવ્યું હતું કે, મેડિકલ ઈસ્યુને કારણે અમિતજી હાજર રહી શકશે નહિ. તેમની તબિયતને કારણે તેઓ વિદેશનો પ્રવાસ કરવા માટે સક્ષમ નથી.