સદગત અભિનેત્રી શ્રીદેવીને શ્રધ્ધાંજલિ આપવા માટે બોની કપુર ફિલ્મ બનાવશે

0
802

 

અભિનેત્રી શ્રીદેવીના આકસ્મિક મૃત્યુ બાદ તેમના પતિ દુખ અને એકલતા અનુભવી રહ્યા છે. હજી સુધી તેઓ પૂરેપૂરા સ્વસ્થ નથી થયા. સદગત પત્નીની સ્મૃતિઓને સાચવી રાખવા અને તેને ખરી શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ શ્રીદેવીના જીવન પર એક ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા હોવાની માહિતી બોલીવુડના સમાચાર સૂત્રો દ્વારા પ્રપ્ત થઈ હતી. બોની કપુરે શ્રીદેવી વિષેની ફિલ્મ માટે કેટલાક ટાઈટલ પણ રજિસ્ટર કરાવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. શ્રીદેવીના નાનપણથી એમની અભિનેત્રી તરીકેની કારકિર્દીને ફિલ્મમાં રજૂ કરવામાં આવશે. પોતે પ્રસિધ્ધિ અને સિધ્ધિના ચરમ શિખર પર હતા ત્યારે પોતાના સંતાનોના ઉછેર માટે શ્રીદેવીએ ફિલ્મમાં કામ કરવાનું છોડીને એક ગૃહિણી અને માતાની ફરજ નિષ્ઠા અને સ્નેહથી બજાવી હતી. દુબઈની હોટેલમાં થયેલા તેમના મૃત્યુએ રહસ્ય અને વિવાદ સર્જ્યા હતાં.