
બહુમુખી પ્રતિભાસંપન્ન અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ અંગેની તમામ કાનૂની પ્રાથમિકતાઓ પૂર્ણ થઈગયા બાદ તેમના પાર્થિવ દેહ મુંબઈ તેમના લોખંડવાલા સ્થિત નિવાસસ્થાન ગ્રીન એકર્સ ખાતે લાવવામાં આવ્યો છે. તેમના અગ્નિસંસ્કાર બુધવારે બપોરે કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. શ્રીદેવીના પાર્થિવ દેહને તેમના ઘરની નિકટ આવેલી સેલિબ્રેશન કલબ ખાતે લાવવામાં આવશે, જ્યાં તેમના લાખો પ્રશંસકો પોતાની પ્રિય અભિનેત્રીના અંતિમ દર્શન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેમના અંતિમ સંસ્કાર વિલેપાર્લે ખાતેના સ્મશાનગૃહમાં કરવામાં આવશે. બોલીવુડના અનેક કલાકારો તેમજ પ્રશંસકો હાલમાં તેમને શ્રધ્ધાંજલિ આપવા અને તેમના આખરી દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. પોલીસતંત્ર પણ તમામ સલામતી વ્યવસ્થા જાળવવા માટે કામગીરી બજાવી રહ્યું છે.