સત્તાનું સ્વપ્ન જોનારાઓને આત્મચિંતનની જરૂર: પ્રધાનમંત્રી મોદી

 

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના રાજકીય હૂમલા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર પોતાનો જવાબ આપ્યો છે. તેમના ૮૫ મિનિટના ભાષણમાં તેમણે કહ્યું કે ઘણા વિપક્ષ ‘મિલે સૂર મેરા તુમ્હારા’ કરી રહ્યા હતા. મને લાગતું હતું કે દેશની જનતા, દેશની ચૂંટણીના પરિણામો ચોક્કસ આવા લોકોને એક મંચ પર લાવશે, પરંતુ એવું થયું નહી, પરંતુ આ લોકોએ ઇડીનો આભાર માનવો જોઈએ. જેના કારણે તેઓ એક મંચ પર આવ્યા.

વડાપ્રધાને રાહુલ ગાંધી પર ત્રણ કટાક્ષ કર્યા. લોકોના ભાષણ બાદ સમગ્ર ઇકો સિસ્ટમ, સમર્થકો ઉછળી રહ્યા હતા. તેમને સારી ઊંઘ પણ આવી હશે.  પણ ઉઠી શકયા નહી હોય. એક મોટા નેતાએ પણ રાષ્ટ્રપતિનું અપમાન કર્યુ છે. આદિવાસી સમુદાય પ્રત્યે નફરત પણ દેખાઇ. ટીવી પરના તેમના નિવેદનોથી અંદર રહેલી નફરતની લાગણી બહાર આવી. પછી ચિઠ્ઠી લખીને બચવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા સભ્યોઓ ગૃહમાં દલીલો અને આંકડા આપ્યા હતા. પોતાની ‚ચિ, વૃત્તિ અને સ્વભાવ પ્રમાણે વસ્તુઓ સામે રાખી. આ તેમની ક્ષમત, યોગ્યતા અને સમજણ દર્શાવે છે. આ બતાવે છે કે કોનો ઇરાદો શું છે, દેશ પણ તેનું મૂલ્યાંકન કરે છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમણે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ખપી ગયા છે. દેશવાસીઓનો મોદી પર જે ભરોસો છે તે માત્ર તેમની સમજની બહાર નથી, તેમની સમજથી પણ ઉપર છે. શું દેશના લોકો આ ખોટા આરોપો લગાવનારા પર વિશ્ર્વાસ કરશે? મોદી મુસીબતના સમયે તેમની મદદે આવ્યા છે, તેઓ તમારા આરોપો પર કેવી રીતે વિશ્ર્વાસ કરશે. તમારા આ આરોપો કરોડો ભારતીયોમાથી પસાર થવાના છે. કેટલાક લોકો પોતાના અને પોતાના પરિવારો માટે જીવતા હોય છે. મોદી કરોડો દેશવાસીઓના પરિવારના સભ્ય છે. ૧૪૦ કરોડ દેશવાસીઓના આર્શીવાદ મારી સૌથી મોટી ઢાલ છે. તમે આ બખ્તરમાં જુઠાણાના શસ્ત્રોથી પ્રવેશ કરી શકતા નથી. 

વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે આ લોકોને માથા અને પગ વગર વાત કરવાની આદત છે. આ કારણે તેઓ પોતે કેટલા વિરોધાભાસી બની જાય છે તે યાદ નથી. તેઓએ આત્મનિરીક્ષણ કરવું જોઇએ અને ઓછામાં ઓછું તેમના પોતાના વિરોધાભાસને સુધારવું જોઇએ. તેઓ ૨૦૧૪થી સતત કહી રહ્યા છે ભારત કેટલું નબળું બની રહ્યું છે. હવે તેઓ કહી રહ્યા છે કે ભારત એટલું મજબૂત બની ગયું છે કે તે અન્ય દેશોને નિર્ણય લેવાની ધમકી આપી હહ્યું છે. અરે ભાઇ, પહેલા નક્કી કરો કે ભારત નબળું થયું કે મજબૂત.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીના ડ્રેસને લઇને ઘણી ચર્ચા થઇ રહી છે. વાસ્તવમાં આ દરમિયાન વડાપ્રધાને જે જેકેટ પહેર્યુ હતું તે પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યું હતું. બેંગલુ‚માં ઇન્ડિયા એનર્જી વીકમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી મોદીને તે રજૂ કરવામાં આવ્યું હતું. કંપની એવી જ રીતેકાઢી નાખવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલોમાંથી ડ્રેસ બનાવવાની યોજના ધરાવે છે. તેને અનબોટલ્ડ ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું છે.