સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સારવારનો આરંભ

 

અમદાવાદઃ રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા અને ગૌરક્ષા માટે સમર્પિત વૈદિક સનાતન સતપંથ સંપ્રદાયે કોરોનાનાં દર્દીઓ માટે વિશેષ સુવિધાઓનો અમદાવાદમાં પિરાણાસ્થિત આરંભ કર્યો છે.

જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વરદાસજી મહારાજની પ્રેરણાથી પિરાણા ખાતેના પ્રેરણાપીઠ આરોગ્ય ધામમાં કોવિડના દર્દીઓની સારવાર અર્થે સરકાર દ્વારા સંચાલિત ઓક્સિજન સાથે ૨૦ બેડ અને આઈસોલેશનના ૧૨૦ બેડની સુવિધા રમણીય વાતાવરણમાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણના સાનિધ્યમાં ઉપલબ્ધ હોવાનું અને વધુ વિગતો અર્થે ફોન નંબર +૯૧૨૭૧૮૨૮૮૮૮૧ ખાતે સંપર્ક સાધવા સંસ્થાનાં પ્રમુખ દેવજીભાઈ પટેલે જણાવ્યું છે. તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અર્થે સતપંથ સંપ્રદાયે કુલ સવા કરોડ રૂપિયા આપ્યા હતા.