સચિન પાયલોટ- અશોક ગેહલોટ વચ્ચે મુખ્યપ્રધાનપદ માટેની સ્પર્ધા- બન્નેનાં સમર્થકો આક્રમક નારેબાજી કરી રહ્યા છે.મુખ્યપ્રધાનપદ માટેના નામની પસંદગી રાહુલ ગાંધી કરશે…

0
807
IANS

રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક મળી હતી. તેમાં પ્રસ્તાવ પસાર કરીને રાજસ્થાને મુખ્યપ્રધાનપદને માટે રાહુલ ગાંધીને નિર્ણય લેવા છૂટો દોર આપવાનું નક્કી કર્યું હતું. આ બેઠકની બહાર મુખ્યમંત્રીપદના  બે દાવેદારો અશોક ગેહલોટ અને સચિન પાયલોટના સમર્થકોએ પોતપોતાના નેતાના સમર્થનમાં નારાઓ પોકાર્યા હતા. હવે જોવાનું એ રહે છેકે કોંગ્રેસના પ્રમુખ શ્રી રાહુલ ગાંધી કોની પસંદગી કરે છે…રાજસ્થાનમાં કોંગ્રેસે બહુજ સરસ દેખાવ કર્યો હતો. જેને કારણે એની સરકાર રચાવાની ઘડીઓ ઘડાઈ રહી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, સચિન પાયલોટ અને અશોક ગેહલોટ- વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. આથી નિર્ણય લેવાનું રાહુલ ગાંધી માટે પણ સહેલું નહિ હોય …—-