સચિન તેંડુલકરના ગુરુ રમાકાન્ત આચરેકરનું મુંબઈમાં અવસાન

0
877

 

IANS

જેમણે કિશોર અવસ્થામાં  સચિન તેંડુલકરને ક્રિકેટની રમત શીખવાડી હતી. જેમની પાસે તાલીમ લઈને સચિન ક્રિકેટની રમતમાં નિપુણ બન્યો . સચિન જેમને પોતાની ક્રિકેટ કારકિર્દીની સફળતાનું શ્રેય આપે છે તે આચરેકરજીનું આજે મુંબઈમાં 86 વરસની  વયે દુખદ અવસાન થયું હતું. આચરેકરજી સચિન તેંડુલકરના કોચ હતા. તેમણે અનેક નામાંકિત ક્રિકેટરોને તાલીમ આપીને તૈયાર કર્યા હતા. જેમાં વિનોદ કાંબલી, અજિત અગરકર, ચંદ્રકાન્ત પંડિત તેમજ પ્રવીણ આમરે સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આચરેકરજીનું પૂરું નામ રમાકાન્ત વિઠ્ઠલ આચરેકર હતું. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ મુંબઈમાં દાદર, શિવાજીપાર્ક ખાતે યુવાન ક્રિકેટરોને ક્રિકેટની તાલીમ આપતા હતા.