સંસ્કૃતના વિદ્વાન ડો. ગૌતમ પટેલના પત્ની નિલમબેનનું અવસાન

 

અમદાવાદઃ સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન અને ગુજરાત રાજ્યની સંસક્ૃત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ ડો. ગૌતમ વાડીલાલ પટેલના ધર્મપત્ની અ.સૌ. નીલમ જી. પટેલનું તા. ૨૨-૧૦-૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. નીલમબેન પોતે પણ સંસ્કૃતના પ્રખર જ્ઞાતા હતા. તેઓ તેમની પાછળ તેમના ત્રણ સંતાનો તથા દીકરી સહિત પરિવારજનોને વિલાપ કરતાં છોડી ગયા છે.