સંસદમાં હાજરી અને પ્રશ્નોત્તરી બાબત બેજવાબદાર સાબિત થયેલાં રાહુલ ગાંધી, ડિમ્પલ યાદવ અને હેમા માલિની

0
1028

સંસદ સભ્યોનો દરજ્જો  વિશિષ્ટ ગણાય છે. ભારતીય લોકશાહીમાં સંસદ સર્વોપરી કહેવાય છે. આ સંસદમાં સભ્યોએ પોતાના મતવિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે. એમની સમસ્યાઓ રજૂ કરવાની હોય છે. એના નિરાકરણ માટે પ્રયાસો કરવાના હોય છે. દેશના લોકોના – સાર્વજનિક હિતોના મુદાઓની ચર્ચા- વિચારણામાં ભાગ લેવાનો હોય છે. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે – લોકસભા અને રાજ્ય સભાના સભ્યોએ હાજરી આપવાની અનિવાર્ય ગણાય છે. એક સભ્ય તરીકે પોતાનું યોગદાન આપવું એ તેમની નૈતિક જવાબદારી છે. પણ મોટાભાગના સંસદસભ્યો લાપરવાહીથી વર્તે છે. પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવતાં નથી. આવાં સંસદમાં નિષ્ક્રિય પુરવાર થયેલા સભ્યોમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ અને અભિનેત્રી હેમા માલિનીનો સમાવેશ થાયછે. ઉપરોક્ત સભ્યોની સંસદમાં ગેરહાજરી અને સંસદમાં પ્રશ્નોત્તરીમાં સહભાગી થવા બાબત ઉદાસીનતા અને નિષ્ક્રિયતા નજરે પડી હોવાનું જણાવવામાં આવ્યું હતું.