સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે 

 

     સંસદનું આગામી શિયાળુ સત્ર 29થી નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલે એની શક્યતા છે. સંસદીય બાબતોના મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સત્ર અતિ મહત્વનું બની રહેવાની શક્યતા છે. આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઘણા મહત્વના બિલ પાસ કરી શકે છે. વળી મોંઘવારી અને ખેડૂતોના મુદે્ વિપક્ષ પણ સરકારને ઘેરી શકે છે. ગત વરસે કોરોના મહામારીને કારણે શિયાળુ સત્રનું આયોજન કરવામાં આવ્યું  ન હતું. એ માટે સરકારની આકરી ટીકા થઈ હતી. આ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કાયર્વાહી એકસાથે ચાલશે. સંસદમાં બન્ને ગૃહોના સભ્યોએ કોરોનાની આચારસંહિતાનું પાલન કરવાનું રહેશે.