
સંસદના શિયાળુ સત્રની તારીખની ઘોષણા થઈ ગઈ છે. આગામી 18 નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળ મળેલી સંસદીય બાબતો માટેની કમિટી દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.
આવનારું શિયાળુ સત્ર મોદી સરકાર માટે અત્યંત મહત્વનું છે.બેમહત્વના અધ્યાદેશને સરકાર કાનૂન બનાવવાનો પ્રયાસ કરશે
ઈન્કમટેકસ એકટ1961 અને ફાયનાન્સ એકટ2019 પર સરકાર અધ્યાદેશ લાવી ચૂકી છે. આગામી સત્રમાં આ બે મહત્વના પ્રસ્તાવિત અધ્યાદેશ પર ફેંસલો લેવામાં આવશે.છેલ્લાં બે વરસથી સિયાળુ સત્ર 21 નવેમ્બરથી શરૂ થયું હતું અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ચાલયું હતું. પરંતુ આ શિયાળુ સત્ર 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી જ ચાલુ રહેશે.