સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી – કેન્દ્ર સરકારે ઈ- સિગારેટ પર પ્રતિબંધ મૂકવા અંગેનું બિલ લોકસભામાં પેશ કર્યું.

0
872


સંસદનું શિયાળુ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને આગામી 13 ડિસેમ્બર સુધી આ સત્રની કામગીરી ચાલવાની છે. શુક્રવારે 22 નવેમ્બરના દિવસે લોકસભામાં ઈ- સિગરેટના પર પ્રતિબંધ મૂકતું બિલ રજૂ કર્યું , આ બિલ 18 સપ્ટેમ્બરે આવેલા વટહુકમનું સ્થાન લેશે. બિલ લોકસભામાં રજૂ કરતાં કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ઈ- સિગારેટ રાખવા, વેચવા કે એની જાહેરાત કરવા માટે 3 વરસની જેલ તેમજ 5 લાખ રૂાના દંડની જોગવાી કરવામાં આવી છે. 

 આ સિવાય સંસદના બન્ને ગૃહોમાં પ્રદૂષણ, પર્યાવરણ તેમજ પ્લાસ્ટિકના વિષય બાબત ચર્ચાઓ કરવામાં આવી હતી. પર્યાવરણ પ્રધાન પ્રકાશજાવડેકરે જણાવ્યું હતું કે, દરેક વ્યકિત ઓછામાં ઓછું 7 વૃક્ષો વાવે. તેના કારણે આપણી આજુબાજુ ઓકસીજનનો જથ્થો ઉપલબ્ધ રહેશે. ઈલેકટ્રિકલ વાહન કે સાઈકલનો ઉપયોગ કરો. તેમમે સંસદના સભ્યોને કહ્યું હતું કે, પ્રદૂષણ ઓછું કરવા માટે આફણે સહુએ એક બનવું પડશે. 

     લોકસભામાં ભાજપના સંસદસભ્ય મેનકા ગાંધી  અને કોંગ્રસના સાંસદ કપિલ સિબ્બલે પ્લાસ્ટિકનો ઉપયોગ અને પર્યાવરણનો મુદો્ સંસદમાં ઊઠાવ્યો હતો.