સંસદના ચોમાસુ સત્રનો આરંભ

નવી દિલ્હીમાં સંસદમાં ચોમાસુ સત્રની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મિડિયાને સંબોધી રહ્યા છે. તસવીરમાં પાર્લમેન્ટરી અફેર્સ મંત્રી અનંત કુમાર, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, અર્જુન રામ મેઘવાલ, વિજય ગોયલ પણ નજરે પડે છે. સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે બુધવારે મોદી સરકાર સામે વિપક્ષોએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને તેને સ્વીકારી લીધો છે. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સ)