સંરક્ષણ ક્ષેત્રમાં ૭૬ હજાર કરોડના હથિયાર ખરીદવાને મળી મંજૂરી

 

નવી દિલ્હીઃ સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્નાં છે. આ દિશામાં મહત્વનું પગલું ભરતા સંરક્ષણ સંપાદન પરિષદે સોમવારે ૭૬ હજાર કરોડની ટેન્ક, ટ્રક, યુદ્ધ જહાજ અને વિમાનોના ઍન્જિન ખરીદવાને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ હથિયારો અને સૈન્ય સામાન ખરીદવાને મંજૂરી આપી છે. 

રક્ષા મંત્રાલય પ્રમાણે ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં ઍરફોર્સ, નેવી અને કોસ્ટ ગાર્ડ માટે કુલ ૭૬૩૯૦ કરોડની ખરીદી માટે અસ્પેન્ટ્સ ઓફ નેસેસિટીને મંજૂરી આપવામાં આવી. ઍઓઍન કોઈપણ રક્ષા ખરીદ માટે થનાર ટેન્ડરની પ્રથમ પ્રક્રિયા હોય છે. 

ડીઍસી ઍટલે કે રક્ષા અધિગ્રહણ પરિષદે આ ખરીદીને બાય-ઈન્ડિયા, બાય ઍન્ડ મેક ઈન્ડિયા અને બાય-ઈ્ન્ડિયા-આઈડીડીઍમ ઍટલે કેન્ડિજેસન ડિઝાઇન ડેવલોપમેન્ટ ઍન્ડ મેન્યુફેક્ચરની કેટેગરીમાં મંજૂરી આપવામાં આવી છે. રક્ષામંત્રાલયે આર્મી માટે બ્રિઝ બનાવનાર ટેન્ક, ઍન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ઍટલે કે ઍટીજીઍમથી યુક્ત વ્હીલ્ડ આર્મર્ડ ફાઇટિંગ વ્હીકલ્સ, રફ ટેરેન ફોર્ક લિફ્ટ ટ્રક (આરઍફઍલટી) અને વેપન લોકેટિંગરડાર ખરીદવાને મંજૂરી આપવામાં આવી છે. ઈન્ડિયન નેવી માટે ૩૬ હજાર કરોડની કોર્વિટ્સ (યુદ્ધ જહાજ) ને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ યુદ્ધ જહાજોની સંખ્યા જણાવવામાં આવી નથી, પરંતુ રક્ષા મંત્રાલય પ્રમાણે આ નેક્સ્ટ જનરેશન કોર્વિટ વર્સેટાઇલ યુદ્ધ જહાજ હશે. આ યુદ્ધ જહાજ સર્વિલાન્સ મિશન, ઍસ્કોર્ટ ઓપરેશન્સ, સરફેસ ઍક્શન ગ્રુપ, સર્વ ઍન્ડ ઍટેક અને સમુદ્રી સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે.