સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ  વહેલી તકે ચીનની મુલાકાત લેશે

0
894

ગત વરસ ભૂતાનના અધિકાર ક્ષેત્રમાં આવતા જમીન વિસ્તારમાં ચીને સડક બનાવવાનું શરૂ કરીને વિવાદ ઊભો કર્યો હતો. એ જ રીતે સિક્કીમના ડોકલામ વિસ્તારમાં ચીનના સૈન્યની ધુસણખોરીને લીધે ભારત અને ચીનની સેનાઓ આમનેૃ સામને આવી ગઈ હતી. ચીનની વિસ્તારવાદી નીતિ અને ભારત વિરોધી વિદેશનીતિને કારણે ભારત સાથેના એના સંબંધોમાં તંગદિલી અને કડવાશ સર્જાઈ હતી. હવે પુનઃ ભારત અને ચીનના રાજદ્વારી સંબંધો સુધરી રહ્યા હોવાના નિર્દેશ મળી રહ્યા છે. ભારતના સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ નજીકના  ભવિષ્યમાં ચીનના પ્રવાસે જઈ રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.નવીદિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમને પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આગામી એપ્રિલ મહિનામાં અતિમ સપ્તાહમાં તેઓ ચીનનો પ્રવાસ કરે એવી શક્યતા છે. જોકે હજી સુધી આ પ્રવાસ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં નહિ આવી હોવાનું તેમણે કહ્યું હતું.

બન્ને દેશો વચ્ચે ડોકલામ વિવાદનો મામલો ગત વરસે 16 જૂનથી શરૂ થયો હતો અને 28મી જૂનના તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.2017ના ડિસેમ્બર મહિનામાં ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજ ચીનના વિદેશપ્રધાન વાંગ યી ને મળ્યાં હતાં. ત્યારે સુષમા સ્વરાજે ભારપૂર્વક ચીની વિદેશમંત્રીને જણાવ્યું હતું કે, ભારત અને ચીનના સંબંધો મજબૂત કરવા હોયતો, સૌપ્રથમ જરૂરી બાબત એ છેકે બન્ને દેશો સમજદીરીથી વર્તે અને ભરતૃ- ચીનની સીમા પર શાંતિનું નિર્માણ થાય.