નવી દિલ્હીઃ અમેરિકામાં જારી સંકટ વચ્ચે અમેરિકા તાલિબાની સરકારને માન્યતા આપે તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. સોમવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે, અમેરિકા અફઘાનિસ્તાનની ભવિષ્યની સરકારને તો જ માન્યતા આપશે જો તે પોતાના લોકોના મુળભુત અધિકારો જાળવી રાખશે અને આતંકવાદીઓને દેશની બહાર રાખશે.
બીજી તરફ અફઘાનિસ્તાન મુદ્દે યુએનએસીની બેઠકમાં યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકજુથ થવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે, અફઘાનિસ્તાનનો ફરીથી આતંકવાદી સંગઠનો માટે એક મંચ કે સુરક્ષિત જગ્યા તરીકે ઉપયોગ થવો ન જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સોમવારે અફઘાનિસ્તાનની અશાંત સ્થિતિપર તાકિદની બેઠક યોજતાં તાલિબાનને સંયમ વર્તવાની સલાહ આપી હતી. યુનોના વડા એન્ટોનિયો ગૂટરેસે આ બેઠકમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને તાલિબાન સહિત તમામ પક્ષોને લોકોના જીવનની રક્ષા માટે સંયમ વર્તવાની અપીલ કરું છું. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનના ઉદય વચ્ચે ચીને તાલિબાનને માન્ય સરકાર ગણવાના રિપોર્ટ ઉપર અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે, ભવિષ્યની અફઘાન સરકાર જે પોતાના લોકોના મુળભુત અધિકારોને જાળવી રાખે અને આતંકવાદીઓને શરણ ન આપે તો તેવી સરકાર સાથે કામ કરી શકે છે. એક સરકાર કે જે મહિલાઓ સહિત પોતાના લોકોના અધિકારો ન જાળવે અને આતંકી સમૂહોને શરણ આપે તો તેને સમર્થનની શક્યતા રહેતી નથી.
યુએનએસસી બેઠકમાં ગુટેરેસે કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં વૈશ્વિક આતંકી જોખમ સામે યુએનએસસી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને એકજુથ થવા માટે આગ્રહ કરે છે. પુરા દેશમાંથી માનવાધિકારો ઉપર પ્રતિબંધના ચોંકાવનારા રિપોર્ટ મળી રહ્યા છે.