સંધના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ  પ્રણવ મુખરજીની પ્રશંસા કરતા એલ. કે. અડવાણી

1
967

નાગપુર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ હાજરી આપી તેમાટે ભાજપના પીઢ નેતા એલ.કે. અડવાણીએ તેમની  સરાહના કરી હતી. અડવાણીએ જણાવ્યું હતું કે, સંઘના પ્રમુખ મોહન ભાગવતના આમંત્રણનો સ્વીકાર કરીને પ્રણવ મુખરજીએ સમારંભમાં હાજરી આપી એ એમની શિષ્ટતા, નિખાલસતા અને પરિપક્વ વ્યક્તિત્વની નિશાની છે. તેઓ ખુલ્લા મનના અને વિચારશીલ છે. આ પ્રકારની મુક્ત વિચારસરણી અને પરસ્પરમાટે આદરની ભાવનાથી થતું આદાન -પ્રદાન જ   સહિષ્ણુતા, સોહાર્દ અને સહયોગની ભૂમિકા રચવા માટે સહાયરૂપ બનશે. ભિન્ન વિચારધારાના લોકો સન્માનની ભાવના સાથે એકમેકને મળે, એકમેકને સમજે એને લીધે જ ભારતનુંં નવનિર્માણ કરવાના આપણા સહિયારા સ્વપ્નને સાકાર કરવાનું સરલ બનશે. પ્રણવ મુખરજીની સંધ કાર્યાલયની મુલાકાત અને પોતાના વકતવ્યમાં ભારતની સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદની ભાવના અંગે તેમણે રજૂ કરવા વિચારો – એ સમકાલીન ભારતીય ઈતિહાસની એક મહત્વની ઘટના છે.એલ. કે.અડવાણીએ પ્રણવ મુખરજીને આમંત્રિત કરવા માટે મોહન ભાગવતની પ્રશંસા કરી હતી.