સંતરામ મંદિરનાં સંતશ્રી મોહનદાસજી મહારાજની સૌપ્રથમ વાર અમેરિકાના ન્યુ જર્સીમાં સત્સંગમાં પધરામણી

0
954

ન્યુ જર્સીઃ ગુજરાતના નડિયાદસ્થિત સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરનાં દીક્ષિત સંતશ્રી મોહનદાસજી મહારાજે મહંતશ્રી સંતરામ મંદિર, પાદરા સૌપ્રથમ વાર અમેરિકામાં ન્યુ જર્સીસ્થિત ભક્તોની લાગણીને માન આપી સત્સંગમાં પધરામણી કરી છે.
શ્રી સંતરામ ભક્ત સમાજ, અમેરિકા દ્વારા 25મા વાર્ષિકોત્સવની ઉજવણી નિમિત્તે નડિયાદથી પ. પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીની આજ્ઞાનુસાર સૌપ્રથમ વાર ન્યુ જર્સી પધાર્યા છે. બ્રહ્મલીન શ્રી નારાયણદાસજી મહારાજશ્રીના આશીર્વાદસહ, જુલાઈ 3, 1993ના રોજ ન્યુ જર્સીમાં સંતરામ સત્સંગની શુભ શરૂઆત, ગુરુપૂર્ણિમા નિમિત્તે 130 જેટલા ભક્તોએ કરી હતી.
વર્ષમાં ત્રણ વખત ગુરુપૂર્ણિમા, દિવાળી અને મહાપૂનમની ઉજવણી નિમિત્તે સત્સંગ નિમિત્તે ન્યુ જર્સીમાં હોલ ભાડે રાખી સંતરામ સ્તત્રો, પદ – ભજનોનું સમૂહસ્તવન કરવામાં આવે છે. રાજભાઈ અને સ્મૃતિબહેન પંડ્યા પરિવાર દ્વારા ભજન-સંગીતનો કાર્યક્રમ દસ પાઠ – સત્સંગ ન્યુ જર્સીમાં રાખવામાં રાખવામાં આવ્યાં છે. દર સત્સંગમાં બે હજાર જેટલા ભક્તોની ઉપસ્થિતિ થાય છે. સંતરામ ભક્ત સમાજ અમેરિકામાં અવારનવાર મેડિકલ, નેત્ર ચકાસણીનો કેમ્પ, મફત દંત ચકાસણી કેમ્પ તથા મફત ફ્લૂ પ્રતિરોધક રસીના કેમ્પનું આયોજન ન્યુ જર્સીમાં ભક્તોના લાભાર્થે રાખવામાં આવે છે. વધુ માહિતી માટે સંપર્કઃ (732) 906-0792.