સંજુ બાબાની બાયોપિક 29જૂનના રિલિઝ થઈ રહી છે…

0
840

વિધુ વિનોદ ચોપરાનું નિર્માણ અને નીવડેલા દિગ્દર્શક રાજુ હીરાનીનું નિર્દેશન ધરાવતી સંજય દત્તની બાયોપિક 29મી જૂનના રજૂ થઈ રહી છે. જેમાં સંજુની ભૂમિકા અતિપ્રતિભાશાળી કલાકાર રણવીર કપૂરે ભજવી છે. ફિલ્મનું નામ સંજુ છે… રણવીર કપુરે ભજવેલી ભૂમિકાને ફિલ્મજગતના પંડિતો- વિવેચકો વખાણી રહ્યા છે. રણવીર કપુરે આ ભૂમિકા માટે ખૂબ મહેનત કરી હતી. સંજય દત્તને આબેહૂબ પરદા પર પેશ કરવો સહેલું કામ નથી. સંજય દત્તની જીવન કથાનું પોત ભાતીગળ છે. જીવનના નવે રંગો અને સાહિત્યના નવે રસ એની કથામાં વણાયા છે, પ્રગટ થયા છે. હાસ્ય, કરુણ, વિસ્મય, જુગુપ્સા, શૃંગાર. બીભત્સ, વીર, રૌદ્ર , અદભૂત અને શાંત રસ, જીવનની ચઢતી- પડતી, અનોખું ભાવવિશ્વ, કયારેક મેળો. તો કયારેક એકલતા, કયારેક માદકતાનો માહોલ, તો કયારેક વિરાગી એકાંત… રાજુ હીરાનીએ રજૂ કરેલા દરેક રંગના સંજુને અસરકારકતાથી અને હદયની અનુભૂતિ સાથે રણવીર કપુરે  પ્રકટ કર્યો છે. ફિલ્મમાં પીઢ અભિનેતા પરેશ રાવલે સુનીલ દત્તની ભૂમિકા ભજવી છે. , તો મનિષા કોઈરાલા નરગિસની ભૂમિકા જીવંત કરી છે.રાજુ હીરાની અને રણવીર કપુરની જોડી રૂપેરી પરદે ચમત્કાર સર્જે એવી સંભાવના છે…