સંજુની ભૂમિકા ભજવીને પોતાની જાતને ભાગ્યશાળી માને છે રણવીર કપૂર

0
816

બહુજ ટૂંક સમયમાં રાજુ હિરાનીની મહત્વાકાંક્ષી ફિલ્મ સંજૂ રિલિઝ થઈ રહી છે. વિવાદાસ્પદ બોલીવુડ અભિનેતા સંજય દત્તના જીવન પર આધારિત આ બાયોપિક ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણવીર કપૂરે ભજવી છે. સંજય દત્તના જીવનમાં એટલા બધા ચઢાવ- ઊતાર છે, સંઘર્ષ છે, દુખ અને વેદના છે, પીડા, ગમગીની અને ભૂલોનો ગુનાહિત અહેસાસ છે કે કોઈ પણ પ્રતિભાશાળી કલાકારને આવી ભૂમિકા ભજવવાનો પડકાર સ્વીકારવાનું ગમે. રણધીર કપુર પોતાની અભિનય કારકિર્દીને હળવાશથી લે છે. એ પોતાની અભિનય પ્રવૃત્તિ સાથે કમિટેડ નથી. આમ છતાં એણે ખૂબ મહેનતથી, લગનથી સંજુનો કિરદાર પેશ કર્યો છે. આ ફિલ્મ જોનારા વિવેચકો એનાી અભિનયની સરાહના કરે છે. સંજય દત્તે ખુદ રણવીર કપુરના અભિનયની  પ્રશંસા કરી હતી. હાલમાં રણવીર કપુરને પોતાનીકારકિર્દી બચાવવા માટે એક બ્લોકબસ્ટરની જરૂર છે. કદાચ સંજૂ ફિલ્મ એની કારકિર્દી માટે એક સીમાચિહ્ન પણ બની શકે…