સંજય લીલા ભણશાળી ફરી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ બનાવવા માગે છે- રણવીર સિંધ અને દીપિકા પદુકોણ મુખ્ય ભૂમિકામાં…

0
772

બોલીવુડના આઘારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સંજય લીલા ભણશાળીની ત્રણ ફિલ્મો ગોલીયોંકી રાસલીલા- રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદમાવતને પ્રેક્ષકોનો અભૂતપૂર્વ આવકાર સાંડ્યો હતો. રણવીર અને દીપિકાની જોડીની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ પડી છે. બન્નેનો અભિનય પણ વિવચકો અને પ્રચાર માધ્યમોની સરાહના પામ્યો હતો. આથી આ નીવડેલી અને વખણાયેલી જોડીને ફરીથી પોતાની ફિલ્મમાં રજૂ કરવાનો મનસૂબો સંજય ભણશાળી સેવી રહયા છે.  દીપિકા અને રણવીર -બન્ને કલાકારો પણ સંજયસરની ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. જે ફિલ્મોને કારણે આ બન્ને કલાકારોને લોકપ્રિયતા અને સ્ટારડમ હાંસલ થયું હોય તે ફિલ્મોના સર્જક સાથે ફરી કામં કરવાનું મન થાય એસ્વાભાવિક છે.