સંજય લીલા ભણશાળી અભિનેત્રી પૂનમ ધિલ્લોનના પુત્ર અણમોલ ઠાકરિયાને લોન્ચ કરશે…

0
790

 

બોલીવુડમાં સલમાન ખાન, કરણ જોહર અને સંજય લીલા ભણશાળી  ફિલ્મ સ્ટારના સંતાનોને લોન્ચ કરવા માટે જાણીતા છે. ભણશાળી હવે જાણીતી અભિનેત્રી પૂનમ ધિલ્લોનના પુત્રને પોતાની આગામી ફિલ્મમાં પેશ કરશે અગાઉ આ ફિલ્મ માટે શાહિદ કપુરને પસંદ કરવામાં આવ્યો હતો, પણ તેણે આ રોલ કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ સંજય ભણશાળીએ અનમોલને પોતાની ફિલ્મમાં રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં સંજય આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં કરી રહ્યો. પોતાના પુત્રને એક નીવડેલા દિગ્દર્શકની ફિલ્મમાં કામ કરવાની તક મળ રહી છે તે વાત જાણીને પૂનમ ખૂબ જ ખુશ છે. અનમોલ ઠાકરિયા સાથે હીરોઈનની ભૂમિકા કોને આપવી એ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. પૂનમ ધિલ્લોને પોતાનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મારા પુત્ર અણમોલે પોતાની તાકાત થી આ ફિલ્મ મેળવી છે. મેં એ માટે અણમોલને કશી મદદ કરી નથી. મને લાગે છેકે મારા પુત્ર અણમોલને ડેબ્યુ કરવા માટે આ ઉમદા અવસર પ્રાપ્ત થયો છે.