સંજય લીલા ભણશાળીની ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકા ભજવશે.

0
793

બોલીવુડના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર સંજય લીલા ભણશાળી હવે સલમાન ખાનને લઈને એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. અગાઉ સલમાને સંજય લીલા ભણશાળીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ અને ખામોશમાં ભૂમિકા ભજવી હતી. આ બન્ને ફિલ્મો ટિકિટબારી પર હિટ નીવડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સલમાન પોતાની ફિલ્મ દબંગ-3નું શૂટિંગ પૂરં થયા બાદ જ ભણશાળીની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. સલમાન સાથે ફિ્લ્મમાં પ્રિયંકા ચોપરા જ હીરોઈનની ભૂમિકામાં હશે એમ માનવામાં આવતું હતું પણ સલમાને પ્રિયંકા સાથે કામ કરવાની ના પાડી દીધી હોવાથી વાત અટકી પડી હોવાનું મનાય છે. સલમાનની ફિલ્મ ભારતમાં કામ કરવાની પ્રિયંકાએ છેલ્લી ઘડીએ ના પાડી હતી. આ કારણે સલમાન ખાન પ્રિયંકા ચોપરાથી બેહદ નારાજ છે.