સંજય લીલા ભણશાળીની ફિલ્મમાં આલિયા ભટ્ટ- રણબીર કપુર એકસાથે.

0
721

સલમાન ખાન સાથે મળીને ઈન્શાલ્લાહ બનાવવાનો પ્રોજેક્ટ બંધ કરાયા બાદ સંજય લીલા ભણશાલી  હવે મુંબઈના રેડલાઈટ વિસ્તાર હીરા મંડીની માલકિન ગણાતી બાઈની કથા પર આધારિત ફિુલ્મ ગંગુબાઈ  બનાવી રહ્યા છે. ઈન્શાલ્લાહમાં સલમાન સાથે આલિયા ભટ્ટ ચમકવાની હતી. સલમાન ખાન સાથે પહેલીવાર હીરોઈનની ભૂમિકા મળી હોવાથી આલિયા ભટ્ટ ખૂબ રોમાંચિત હતી. પરંતુ સલમાન અને ભણશાલી વચ્ચેકોઈ કારણસર વાત ગોઠવાી નહિ, એટલે ઈન્શાલ્લાહને અલ્લાહ અલ્લાહ કહીને પડતી મૂકવામાં આવીહતી. હવે ગંગુબાઈ નામની ફિલ્મમાં આલિયા ગુંગુબાઈનો  રોલ ભજવવાની છે અને તેની સાથે દલાલનો રોલ ભજવશે તોનો પ્રેમી રણબીર કપુર .. રણબીર અને આલિયા કરણજોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં ભૂમિકા ભજવી રહ્યા છે. જેમનું નિર્દૈેશન અયાન મુખર્જીએ કર્યું છે.