સંજય લીલા ભણશાલીની મહાન શાયર સાહિર લુધિયાનવી અને ખ્યાતનામ પંજાબી કવયિત્રી અમૃતા પ્રીતમની પ્રેમ-કથા આધારિત ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તાપસી પન્નૂ…

0
737

 

ઉર્દૂ શાયરી અને હિન્દી ફિલ્મોના લાજવાબ ગીતોના રચયિતા સાહિર લુધિયાનવી અને પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના સ્નેહ- સંબંધો બાબત અવારનવાર ચર્ચા થતી રહી છે. પ્રેમની ઉત્કટતા, સંવેદના અને વેદનાની હૃદયસ્પર્શી  ક્ષણોની વાત છે આ બન્ને સર્જકોની પ્રેમ- કહાની. જાણીતા નિર્માતા- નિર્દેશક અનેક વરસથી આ વિષય પર ફિલ્મ બનાવવા માગતા હતા. હવે તેમનું એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. ગણતરીના મહિનાઓમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે. સાહિરની ભૂમિકા અભિષેક બચ્ચન અને અમૃતા પ્રીતમનું પાત્ર તાપસી પન્નુ ભજવશે. જે પ્રેમ એની ફલશ્રુતિ પ્રાપ્ત ન કરી શક્યો , જે  સંબંધમાં પ્રેમની ગરિમા જળવાઈ, જે પ્રેમ મૌન રહીને પણ મુખરિ્ત બન્યો એની કથા. સાહિરના જ એક ગીતની પંકિત છેઃ પ્યાર પર બસ તો નહિ હૈ મેરા ફિર ભી લેકિન તુ બતા દે કે તુજે પ્યાર કરું યા ના કરું..