સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ:  ઈન્શાલ્લાહમાં સુપર- સ્ટાર સલમાન ખાન સાથે આલિયા ભટ્ટ ભૂમિકા ભજવશે…

0
727

સંજય લીલા ભણશાળી એક કલ્પનાશીલ અને બહુમુખી પ્રતિભા સંપન્ન નિર્માતા- નિર્દેશક છે. તેઓ સંગીતની  સૂક્ષ્મ સૂઝ ધરાવતા સંગીતપ્રેમી પણ છે. તેમની નિર્દેશક તરીકેની શરૂઆતની બે ફિલ્મો ખામોશ અને હમ દિલ દે ચુકે સનમમાં  સલમાન ખાને અભિનય કર્યો હતો. હમ દિલ દે ચુકે સનમે સફળતાના અનેક માપદંડ પ્રાપ્ત કર્યા હતા. હવે વરસો બાદ પરસ્પરના મતભેદને ભૂલી જઈને નિર્દેશક સંજય અને સુપર-સ્ટાર સલમાન ખાન મળીને ફિલ્મનું સર્જન કરી રહ્યા છે. આ ફિલ્મમાં હીરોઈન તરીકે અતિ પ્રતિભાવાન અને પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી ચૂકેલી યુવા અભિનેત્રી આલિયા ભટ્ટ ભૂમિકા ભજવશે. સલમાન અને આલિયાની જોડી કેવી લાગશે એની તમે મનોમન કલ્પના કરજો. વાર્તા. એની રજૂઆત અને કલાકારોનો અભિનય ઉંમરના તફાવતને અતિક્રમી જશે તો એ સંજય લીલા ભણશાળીની સાથે સાથે આલિયા ભટ્ટ અને સલમાન ખાન – ત્રિપુટીની જીત હશે…