
અતિ પ્રતિભાશીલ દિગ્દર્શક રાજુ હીરાણી જાણીતા કલાકાર સંજય દત્તના જીવનને પેશ કરતી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મ હવે પૂરી થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં સંજય દત્તનો રોલ યુવાન અને બહુમુખી ક્ષમતાસંપન્ન કલાકાર રણવીર કપૂર ભજવી રહ્યા છે. સંજયદત્તની પત્નીની ભૂમિકા દિયા મિર્ઝાએ ભજવી છે. દિયા રણવીર કપુરના અભિનયથી બહુ જ પ્રભાવિત થયાં છે. તેઓ કહે છે કે, આ ફિલ્મ રજૂ થયા પછી પ્રેક્ષકો રણવીર કપુરના અભિનયથી અભિભૂત થઈ જશે. રણવીર કપુર એ બોલીવુડની આજની યુવાન પેઢીના સૌથી ઉત્કૃષ્ટ અભિનેતા છે.સંજય દતના પાત્રને પૂરતો ન્યાય આપવા માટે રણવીરે કરેલી મહેનતને એના સાથી કલાકારો તેમજ ખુદ ફિલ્મના નિર્દેશક રાજુ હીરાણી દિલથી બિરદાવી રહ્યા છે..