અમદાવાદઃ શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાન (SGVP) છારોડી, અમદાવાદ દ્રારા નારીસન્માનના પુસ્તક ‘નારી તારાં નવ નવ રૂપ’નું પ્રકાશન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ ૮૮ પાનાનાં પુસ્તકમાં સમાજમાં તેમજ પરિવારમાં મહિલાના સમર્પણને સમજાવી એના અમૂલ્ય પ્રદાનને ઊજાગર કરતાં ચોત્રીસ હદયસ્પર્શી પ્રેરક પ્રસંગોનું સંપાદન છે. જે સ્ત્રીના મહત્ત્વને સમજવા માટે દીવાદાંડીરૂપ બનશે.
આ પુસ્તકનું પ્રાપ્તિસ્થાન શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ – મેમનગર, – SGVP- છારોડી – અમદાવાદ, સાવ નજીવી કિંમત માત્ર ૨૫ રૂપિયામાં મળશે.