શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રા

0
1190

આણંદમાં શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા વિદ્યાનગરથી જૂના રામજી મંદિર સુધી શ્રી રામ ભગવાનની શોભાયાત્રા રવિવારે યોજાઈ હતી. 300થી વધુ બાઇકચાલકો અને 700થી વધુ નાગરિકોએ ધ્વજપતાકા સાથે જય શ્રીરામનો ગગનભેદી નાદ કર્યો હતો. શ્રી રામની શોભાયાત્રાને વિદ્યાનગરના શહીદ ચોકથી પ્રસ્થાન કરાવતા સીવીએમના ચેરમેન ભીખુભાઈ પટેલ, કમ્ફી પરિવારના પ્રદીપભાઈ પટેલ-કિરણભાઈ પટેલ-શૈલુભાઈ પટેલ, શોભાયાત્રા સમિતિના અધ્યક્ષ ડો. આશય પટેલ, દુર્ગાવાહિનીની મહિલાઓ સહિત અગ્રણીઓ જોડાયા હતા. આ શોભાયાત્રા વિદ્યાનગરથી આણંદના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. (ફોટોઃ ગુજરાત ટાઇમ્સ સંકલન)