શ્રી દશા શ્રીમાળી વણિક મહિલા ઉત્કર્ષ મંડળ નડિયાદ દ્વારા વેક્સિન પ્રોજેક્ટ સંપન્ન 

(ડાબે) શ્રી દશા શ્રીમાળી વણિક મહિલા ઉત્કર્ષ મંડળ નડિયાદ દ્વારા જ્ઞાતિની વાડી, મોદી સાંથમાં દાતા ડો. સુધાબહેન ભરતભાઈ શાહ અને ડો. ભરતભાઈ શાહ (હાલ અમેરિકા) મારફતે મંડળના પ્રમુખ મીતાબહેન શાહના નેતૃત્વ હેઠળ વેક્સીન પ્રોજેક્ટ યોજાયો હતો. હાલ સમગ્ર વિશ્વમાં મહામારીના સંજોગોમાં આરોગ્યલક્ષી પ્રોજેક્ટ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો હતો. આ પ્રસંગે દાતા વતી શ્રી દશા શ્રીમાળી વણિક મિત્ર મંડળ અમદાવાદના પ્રમુખ અરૂણભાઈ શાહે પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો. (વચ્ચે) જ્ઞાતિનાજ ડોક્ટર કુશલભાઈ પરીખે (સંજય હોસ્પિટલ) રસી આપવાની ઉમદા સેવા પ્રદાન કરી હતી. આ પ્રસંગે મંડળ દ્વારા ડો. કુશલ પરીખને મોમેન્ટો અર્પણ કરતા પ્રમુખ મીતાબહેન શાહ, અરૂણભાઈ શાહ તથા કારોબારી સભ્યો નજરે પડે છે.