શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા પોલીસ કર્મીઓ માટે PPE કીટ પૂરી પાડવામાં આવી

 

સાળંગપુરઃ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ દ્વારા હાલની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોરોના વાઇરસની સારવાર માટે પોલીસકર્મીઓની સાવચેતી માટે મંદિર સંસ્થાન દ્વારા અતિ આવશ્યક એવી ૯૫ ભ્ભ્ચ્ કીટો અર્પણ કરવામાં આવી છે. બોટાદ વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમની ઉપસ્થિતિમાં મંદિરમાં વહીવટ કરતાં શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગર દાસજી સ્વામી – અથાણાવાળાએ બોટાદ પોલીસને ૯૫ ભ્ભ્ચ્ કીટો આપી માનવતાનું ઉમદા કાર્ય કરેલ છે.