શ્રીલંકા રાનિલ વિક્રમસિંઘે બન્યા વડાપ્રધાનઃ પાંચમી વખત દેશની કમાન સંભાળી

 

કોલંબોઃ સૌથી ખરાબ આર્થિક તબક્કાનો સામનો કરી રહેલા શ્રીલંકાના ભૂતપૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને દેશના આગામી વડાપ્રધાન તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. રાનિલ વિક્રમસિંઘે ૨૨૫ સભ્યોની સંસદમાં માત્ર એક જ સીટ ધરાવે છે. યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે સાથે વાત કરી હતી. યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા વિક્રમસિંઘેને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે દ્વારા વડાપ્રધાન તરીકે નિયુકત કરવામાં આવ્યા. આ પહેલા બંનેને બંધ બારણે વાતચીત કરી હતી. શ્રીલંકાના ચાર વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેન ઓકટોબર ૨૦૧૮માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના (ફજડડ), વિરોધ પક્ષ સામગી જના બાલવેગયા (ફઙઇ) અને અન્ય કેટલાક પક્ષોએ સંસદમાં વિક્રમસિંઘેની બહુમતી સાબિત કરવા માટે તેમનું સમર્થન વ્યકત કર્યુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમની પાસે વચગાળાના વહીવટનું નેતૃત્વ કરવા માટે ક્રોસ પાર્ટી સમર્થન છે જે છ મહિના સુધી ચાલવાનું છે. યુએનપીના અધ્યક્ષ વજીરા અભયવર્ધનાએ કહ્યું છે કે નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વિક્રમસિંઘે સંસદમાં બહુમતી મેળવી શકશે. શ્રીલંકા ૧૯૪૮માં બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદ સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here