શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલના કમરતોડ ભાવ વધાર નોંધાયો

 

શ્રીલંકાઃ શ્રીલંકાએ વર્ષ ૧૯૪૮માં અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મેળવી ત્યારબાદની સૌથી ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. આ સાથે શ્રીલંકાએ પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા ૩૩૮થી ૨૪.૩ ટકા વધારી રૂપિયા ૪૨૦ કરી છે. જ્યારે ડીઝલની કિંમત રૂપિયા ૨૮૯થી ૩૮.૪ ટકા વધારી રૂપિયા ૪૦૦ કરવાની જાહેરાત કરી છે. દેશમાં ઈંધણની આ કિંમતો અત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી વધારે છે. કેબિનેટે આ ભાવ વધારાને મંજૂરી આપી છે અને પાવર અને એનર્જી પ્રધાન કંચના વિજેસેકરાએ આ અંગે માહિતી આપી હતી. બીજી બાજુ શ્લ્ ડોલર સામે શ્રીલંકન રૂપિયો ૩૬૦.૨૧ના વિક્રમજનક લેવલ સુધી ગગડી ગયું છે. બીજી બાજુ પાકિસ્તાન પણ આર્થિક કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. ડોલર સામે તેના ચલણનું મૂલ્ય ૨૦૨ને પાર થઈ ગયું છે અને વિદેશી હૂંડિયાણનો ભંડાર પણ ઝડપથી ખતમ થઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here