શ્રીલંકામાં આર્થિક સંકટ ફરી કટોકટીની ઘોષણા

 

કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોરબાયા રાજપક્ષેએ દેશમાં એકવાર ફરી કટોકટી લાદવાની ઘોષણા કરી દીધી છે, જે મધ્યરાત્રિથી અમલી બની ગઇ છે. રાષ્ટ્રપતિ કાર્યાલયના માધ્યમો દ્વારા આ જાણકારી આપી હતી. અભૂતપૂર્વ આર્થિક સંકટને લઇને દેશભરમાં સરકાર વિરોધ પ્રદર્શનોની વચ્ચે માત્ર એક મહિનામાં બીજીવાર કટોકટીની ઘોષણા કરવામાં આવી છે. આ પહેલાં રાજપક્ષોએ તેમના ખાનગી ઘરની બહાર જબરદસ્ત વિરોધ પ્રદર્શન બાદ એક એપ્રિલનાં પણ કટોકટી જાહેર કરી હતી. જો કે, તે પાંચમી એપ્રિલે પાછી ખેંચી લેવામાં આવી હતી. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં લોકો દ્વારા છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાષ્ટ્રપતિ અને સરકારના રાજીનામાની માંગની વચ્ચે એકવાર ફરી આ કટોકટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, રાજીનામાના વધતા દબાણ છતાં રાષ્ટ્રપતિ ગોરબાયા રાજપક્ષે અને તેમના ભાઇ વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેએ પદ છોડવાનો ઇન્કાર કરી દીધો છે. કટોકટી અંતર્ગત પોલીસ અને સુરક્ષાદળોને પોતાની રીતે કોઇને પણ ધરપકડ કરવાની અને અટકાયત કરવાની મંજૂરી મળી જાય છે. માધ્યમોના વિભાગ દ્વારા જાહેર કરાયા મુજબ રાજપક્ષેનો આ નિર્ણય લોકોની સુરક્ષા અને આવશ્યક સેવાઓને જાળવવા માટે છે, જેથી દેશનું સુચારૂરૂપે સંચાલન સુનિશ્ચિ થઇ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here