શ્રીલંકાને મળ્યા નવા પ્રધાનમંત્રી: આર્થિક સંકટ વચ્ચે દિનેશ ગુણવર્ધનેએ લીધા પ્રધાનમંત્રીપદના શપથ

 

કોલંબો: આર્થિક અને રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી બદલાઈ ગયા છે. રાનિલ વિક્રમસિંઘે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ એક દિવસ પછી શ્રીલંકાના વરિષ્ઠ સાંસદ દિનેશ ગુણવર્ધનેએ નવા પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા. ગોટબાયા રાજપક્ષે અને રાનિલ વિક્રમસિંઘના મંત્રીમંડળમાં કામ કરનારા મંત્રીઓને શપથ લેવડાવવામાં આવશે. સરકાર અટકેલા કામો ફરી શ‚ કરવાની કોશિશમાં છે. રાજકીય પક્ષોના રાષ્ટ્રીય સરકાર બનાવ્યા બાદ મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે અને નવા કેબિનેટ મંત્રી શપથ લેશે. મીડિયા પોર્ટલ મુજબ વરિષ્ઠ સૂત્રોએ કહ્યું કે હજું ગણા બધા કાગળો છે જેમને કેબિનેટને સોંપવાની જ‚ર છે અને મંત્રાલયોએ કામ કરવાનું બંધ કરી દીધુ છે. આથી ગત સરકાર આજે શપથ લેશે અને પોતાના કામ ફરીથી શ‚ કરશે. કોલંબોમાં શ્રીલંકન રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસર બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ અને સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ સચિવાલયના પરિસરની બહાર નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે વિ‚દ્ધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે સશસ્ત્ર સૈનિકોને તૈનાત કરાયા હતા. વિક્રમસિંઘેએ સંસદભવનમાં ચીફ જસ્ટિસ  જયંત જયસૂર્યા સમક્ષ શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. સંસદમાં થયેલી ચૂંટણીમાં તેમને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.