શ્રીલંકાને ચીનની કોરોના વેક્સિન પર ભરોસો નથી, ભારતની રસી પર મુક્યો વિશ્વાસ

 

કોલંબોઃ ભારતના પાડોશી દેશ શ્રીલંકાએ ચીનની જગ્યાએ ભારતમાં બનેલી કોરોના વેક્સિન પર વધારે ભરોસો મુક્યો છે. આમ ચીનને કોરોના વેક્સિનને લઈને વધુ એક ઝાટકો લાગ્યો છે. શ્રીલંકાએ ચીનની સાઈનો ફોર્મ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. શ્રીલંકાની કેબિનેટના પ્રવક્તા ડો. રમેશ પથિરાનાએ કહ્યું હતું કે, ચીનની વેક્સિનના પરીક્ષણની ત્રીજી ટ્રાયલ હજી સુધી પૂરી થઈ નથી. શ્રીલંકા ૧.૪૦ કરોડ લોકોને વેક્સિન આપવા માટે ઓક્સફર્ડની કોરોના વેક્સિન પર ભરોસો કરશે. ભારતમાં બની રહેલી ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકા વેક્સીનના ૧૩.૫ મિલિયન ડોઝ માટે શ્રીલંકા ઓર્ડર આપી ચુક્યુ છે.આ પહેલા ભારતે શ્રીલંકાને  આ રસીના પાંચ લાખ ડોઝ ગિફ્ટમાં આપ્યા હતા.જેના પગલે જાન્યુઆરી મહિનાથી શ્રીલંકામાં વેક્સિ આપવાનુ શું કરાયું છે. શ્રીલંકાના પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે, ચીની વેક્સિનને હજી સુધી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ મંજૂરી આપી નથી.હ જી આ વેક્સિની ચકાસણી ચાલી રહી છે