શ્રીલંકાની કોર્ટે ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો

 

કોલંબો: શ્રીલંકાની કોર્ટે શ્રીલંકન નેવી દ્વારા પકડવામાં આવેલા ૫૬ ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. શ્રીલંકન નેવીએ શ્રીલંકાના જળ વિસ્તારમાં માછીમારી કરવાનો આક્ષેપ મૂકી ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. નોર્ધન જાફના પેનિન્સ્યુલાની કોર્ટે ડિસેમ્બરની મધ્યમાં મન્નારના દક્ષિણમાં આવેલા સમુદ્રમાંથી પકડવામાં આવેલા ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોલંબો સ્થિત ભારતીય હાઇ કમિશનરે આ અંગેની માહિતી ટ્વિટર આપતા જણાવ્યું હતું કે એ જાણીને આનંદ થયો છે કે શ્રીલેકાની કાર્ટે ભારતીય માછીમારોને મુક્ત કરવાનો આદેશ  આપ્યો છે. બીજી તરફ કેન્દ્રીય વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું છે કે માછીમારોની મુક્તિ સુનિશ્ર્ચિત કરવા માટે હાઇ કમિશનર ગોપાલ બાગલે અને ટીમના પ્રયત્નો પ્રશંસાને પાત્ર છે. શ્રીલંકાના અધિકારીઓની સાથે ભારતીય રાજદ્વારી સૂત્રો પણ માછીમારોની મુક્તિને સમર્થન આપ્યું છે. શ્રીલંકાની કોર્ટે આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે ભારતીય અધિકારીઓએ શ્રીલંકા દ્વારા આર્થિક સહાયતાની માગની પૃષ્ઠભૂમિમાં ભારતીય માછીમારોને માનવતાને આધારે મુક્ત કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડાક જ સમય પહેલા ભારતે શ્રીલેકાને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.