શ્રીલંકાના સાંસદોએ નાણાકીય કટોકટીના સમયે ભારતે કરેલી સહાયને યાદ કરી

કોલંબોઃ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત ચાલુ સંકટ વચ્ચે શ્રીલંકાને શક્ય તમામ રીતે મદદ કરવાનું ચાલુ રાખશે. શ્રીલંકા-ભારત પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ એસોસિએશનના સાંસદોને વીડિયો લિંક દ્વારા સંબોધિત કરી રહ્યા હતા. વિદેશ મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, અમે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા દરેક ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ.
આ દરમિયાન શ્રીલંકામાં ભારતના રાજદ્વારી ગોપાલ બાગલે પણ સંસદમાં હાજર હતા. બાગલેએ કહ્યું કે,ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, કરન્સી સહાય અને લાંબા ગાળાના રોકાણના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેની ભાગીદારી વધુ વધશે. સંસદોએ ગયા વર્ષે શ્રીલંકાની આર્થિક કટોકટી દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલી મદદને યાદ કરી હતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે તેમના દેશનો ઉપયોગ ક્યારેય ભારત વિરુદ્ધ થઈ શકે નહીં. બ્રિટન અને ફ્રાંસના પ્રવાસે જતા પહેલા રાનિલે કહ્યું હતું કે કોઈને શંકા ન હોવી જોઈએ કે અમે ક્યારેય ચીન સાથે સૈન્ય કરાર કરીશું નહીં. ચીન અને શ્રીલંકા વચ્ચેના સંબંધો મજબૂત છે, પરંતુ અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ચીન પાસે આપણા દેશમાં કોઈ સૈન્ય મથક નથી અને ક્યારેય હશે નહીં. અમે એક તટસ્થ દેશ છીએ.
ભારતે ગયા વર્ષે શ્રીલંકાને 4 અબજ ડોલરથી વધુની સહાય આપી હતી. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ અને ઈંધણની નિકાસનો સમાવેશ થાય છે. શ્રીલંકામાં આર્થિક સંકટનું મુખ્ય કારણ ફોરેક્સ રિઝર્વનો અભાવ હતો. જેના કારણે શ્રીલંકાના લોકો પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આખરે, તેમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું.
2019માં, તત્કાલિન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ટેક્સ કાપનો લોભામણી ચાલ ચાલ્યા, પરંતુ તેનાથી શ્રીલંકાના અર્થતંત્રને નુકસાન થયું. એક અંદાજ મુજબ, આનાથી શ્રીલંકાની કરની આવકમાં 30 ટકા સુધીનો ઘટાડો થયો, એટલે કે સરકારી તિજોરી ખાલી થવા લાગી.
1990માં શ્રીલંકાની જીડીપીમાં કરની આવકનો હિસ્સો 20 ટકા હતો, જે 2020માં ઘટીને માત્ર 10 ટકા થયો છે. રાજપક્ષેના કરવેરા ઘટાડવાના નિર્ણયને કારણે 2019ની સરખામણીમાં 2020માં કર વસૂલાતમાં ભારે ઘટાડો થયો હતો. છેલ્લા દાયકા દરમિયાન, શ્રીલંકાની સરકારોએ ભારે ઉધાર લીધું હતું, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કર્યો ન હતો. 2010થી શ્રીલંકાનું વિદેશી દેવું સતત વધી રહ્યું છે. શ્રીલંકાએ તેની મોટાભાગની લોન ચીન, જાપાન અને ભારત જેવા દેશો પાસેથી લીધી છે.
2018થી 2019 સુધી શ્રીલંકાના વડાપ્રધાન રહેલા રાનિલ વિક્રમસિંઘે ચીનને હમ્બનટોટા પોર્ટ 99 વર્ષની લીઝ પર આપ્યું હતું. આ ચીનની લોનની ચૂકવણીના બદલામાં કરવામાં આવ્યું હતું. આવી નીતિઓથી તેનું પતન શરૂ થય