શ્રીલંકાના  રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરસેનાનો આરોપ ઃ ભારતની ગુપ્તચર સંસ્થા રો  મારી હત્યાનું કાવતરું કરી રહી છે

0
921

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેનાએ  ભારત પર અતિ ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારતની ગુપ્તચર સંસ્થા રો તેમની હત્યા કરવાનું કાવતરું કરી રહી છે. તેમણે દર સપ્તાહે યોજવામાં આવતી કેબિનેટની બેઠક દરમિયાન ઉપરોક્ત આરોપ મૂકતું નિવેદન કર્યું હતું. ટૂંક સમયમાં શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંહ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા પણ કરવાના છે. તેમના ભારત પ્રવાસ અગાઉ રાષ્ટ્રપતિ સિરસેનાએ આવું આક્ષેપાત્મક નિવેદન કરીને ભારતના રાજકીય વર્તુળોમાં  ખળભળાટ મચાવી દીધો છે. જો કે મળે્લી માહિતી અનુસાર, શ્રીલંકાના રાષ્ટ્રપતિ દ્વારા જ ઉપરોક્ત સમાચારનું ખંડન કરવામાં આવ્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન દ્વારા વાતચીત પણ કરી હતી. રાષ્ટ્રપતિ મૈત્રીપાલાએ તમામ ઘટનાક્રમ બાબત મોદીનો માહિતગાર કર્યા હતા તેમજ ઉપરોકત અહેવાલને રદ કરવા બાબત શ્રીલંકાની સરકારે લીધેલા પગલાંઓની પણ માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here