

તાજેતરમાં શ્રીલંકામાં બની રહેલી રાજકીય ઘટનાઓ પર ભારત ચાંપતી નજર રાખી રહયું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાે એક વિશેષ વટહુકમ જારી કરીને દેશની સંસદનું વિસર્જન કર્યું હતું. હવેે આગામી પાંચ જાન્યુઆરી, 2019ના શ્રીલંકામાં સંસદીય ચૂંટણી યોજવામાં આવશે. શ્રીલંકાના નવા વડાપ્રધાન મહેન્દ્ર રાજપક્ષેએ સંસદ ભંગ કરવાના પગલાની સરાહના કરી હતી. સિરિસેનાએ નવી રચાનારી સંસદની પ્રથમ બેઠક 17 જાન્યુઆરી, 2019ના યોજવાનું ઘોષિત કર્યું હતું. યુનાઈટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘેએ સંસદનું વિસર્જન અયોગ્ય પગલું ગણાવીને તેનો વિરોધ કર્યો હતો. શ્રીલંકાની સંસદ 225 સભ્યોની છે. તેનો કાર્યકાળ 2020 સુધીનો હતો, પરંતું દેશના રાજકીય અરાજકતા ઊભી થવાને કારણે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ સંસદના વિસજર્નનું અનિવાર્ય પગલું ભરવું પડયું હતું.