શ્રીનાથજી મંદિરમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ દર્શન વ્યવસ્થા શરૂ કરાઈ

 

મુંબઈ: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોની આસ્થાના સર્વોત્પરી તીર્થ શ્રીનાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાંં વરિષ્ઠ નાગરિકો અને અશક્ત વૈષ્ણવોએ હવે દર્શન કરવા માટે સામાન્ય વૈષ્ણવોની સાથે ભીડમાં જઇ ધક્કામુક્કી નહિ કરવી પડે. શ્રીનાથદ્વારા ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ પૂ. તિલકાય ગોસ્વામીએ પૂ. વિશાલબાબાજીની આજ્ઞાઅનુસાર મંદિરના સંચાલકોએ ૬૦ વર્ષથી ઉપરના સર્વેે વૈષ્ણવો માટે શ્રીજીના મંગળા, રાજભોગ અને આરતીના દર્શન સમયે અલગથી વિશેષ વ્યવસ્થા શ‚ કરી છે. દર્શનની વિશેષ વ્યવસ્થા અંતર્ગત વૃદ્ધ મહિલા અનેે પુરૂષ વૈષ્ણવોને એક સાથે મંદિરના નગારખાનાની નીચે શિસ્તબદ્ધ બેસાડવામાં આવશે. ત્યારબાદ દર્શન ખુલ્યા બાદ અમુક સમય પછી એમનેે અલગથી દર્શન કરાવવામાં આવશે. આ લોકો દર્શન કરતા હશે ત્યારે સામાન્ય દર્શનાર્થીઓને અંદર પ્રવેશવામાં નહિ આવે અને તેઓ ધક્કામુક્કી વગર સહેલાઈથી દર્શન કરી શકશે